Pages

સમુદ્રો હો તરવા... - સંજુ વાળા

સમુદ્રો હો તરવા ‘ને ચડવા હો પ્હાડો,
ન બાંધી શકે એની વૃત્તિને વાડો.


વહી આવ, ખુલ્લાં મૂક્યાં છે કમાડો,
પવન! તારે ગણવાનાં શું રાત-દાડો?


નહીં ઝીંક ઝીલી શકે કોઈ કાળે,
મળ્યાં કાચી માટી ‘ને કાચો નીંભાડો.


કદી તૂટવાનો અનુભવ કર્યો છે?
કહી શકશે,
 કોને કહે છે તિરાડો?


સરળ સીધા રસ્તા જ ના હોય યાત્રી!
સ્વીકારી લે ભીષણ ખડક,
 નદ, કરાડો


ખૂણે બેસી સંભારું છું સાંભળે તો;
હું જાહેરમાં તો નહીં પાડું ત્રાડો.


અમીદૃષ્ટિ પડતાં જ મહામંત્ર લાધ્યો,
ટળી સૌ દ્વિધાઓ,
 મટ્યો ગૂંચવાડો.


 સંજુ વાળા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો