Pages

દોસ્ત! – કિરણસિંહ ચૌહાણ

એટલી પણ હાડમારી ક્યાં છે દોસ્ત!
આપદાઓ એકધારી ક્યાં છે દોસ્ત!
ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત?
લાગણી તારી સુરક્ષિત છે હજી,
એને કાગળ પર ઉતારી ક્યાં છે 
દોસ્ત!
એટલે એ રાત રોકાતો નથી,
સૂર્યને માટે પથારી ક્યાં છે 
દોસ્ત!
મંચ માટે લીધું લંપટનું શરણ,
ક્યાં છે, સર્જકની ખુમારી ક્યાં છે 
દોસ્ત!
કિરણસિંહ ચૌહાણ
કિરણસિંહ ચૌહાણના કાવ્યપઠનનો વીડિયો પણ જુઓઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો