Pages

તમને સમય નથી અને મારો સમય નથી - બાપુભાઈ ગઢવી

તમને  સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું  કે  આપણી  વચ્ચે પ્રણય નથી.

રોકી  રહી છે  તમને  તમારી  શરમ અને-
મારા સિવાય મારે  બીજો કોઈ  ભય નથી.

વીસરી જવું  એ વાત મારા હાથ બહાર છે,
ને  યાદ  રાખવું  એ તમારો  વિષય નથી!

હું  ઇન્તેજારમાં  અને  તમે  હો  વિચારમાં,
એ તો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.

- બાપુભાઈ ગઢવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો