સૂરજના
પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
જાગો અતૃપ્ત જીવ કે ટપકી દિવસ પડ્યો.
પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળનાં પંખીઓ,
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો.
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો.
વાવ્યા વિના લણાયો જગે ઝાંઝવાનો પાક,
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.
માટીને મહેકવાની ગતાગમ નથી હજી,
વરસાદ આંગણા મહીં વરસો વરસ પડ્યો.
વરસાદ આંગણા મહીં વરસો વરસ પડ્યો.
અંધાર આવું આવું કરે બારી બા’રથી,
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ પડ્યો.
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ પડ્યો.
સૂરજના મનના મેલ નિશાએ છતા થયા,
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો.
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો.
કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ‘ગની’,
કોઇ અભાગી જીવ લઈને તરસ પડ્યો.
કોઇ અભાગી જીવ લઈને તરસ પડ્યો.
- ગની દહીંવાલા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો