વાલમ તો આખાયે ડીલે થ્યા મેલા!
ઉતરાવી માથેથી કોણે આ રેલાવ્યા આતમ પર ફળફળતા રેલા?
અજવાળે ઉતરે છે ગંધાતી રાત્યુંમાં,
સૂરજ જ્યાં ડોકાતા બીવે,
મારા વાલમજી તો રોજરોજ અંધારાં
ઓઢે ને અંધારાં પીવે;
સૂરજ જ્યાં ડોકાતા બીવે,
મારા વાલમજી તો રોજરોજ અંધારાં
ઓઢે ને અંધારાં પીવે;
રોન્ઢાની વેળાએ આવે તો લાગે છે, આવ્યા
કોક ઋષિ અલબેલા!
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલા!
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલા!
ફાટેલી ચોખ્ખાઈ સીવતા રહ્યા રે
અમે પેઢીદરપેઢી ચૂપચાપ,
બદલામાં બોલ્યાં છે, બે'ક વેણ બોદાં
કે 'વાળું રે દેજો માબાપ!'
અમે પેઢીદરપેઢી ચૂપચાપ,
બદલામાં બોલ્યાં છે, બે'ક વેણ બોદાં
કે 'વાળું રે દેજો માબાપ!'
બટકું'ક રોટલાને કાજ અમે વરસોથી લાખલાખ સૂરજ વેચેલા!
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલા!
વાલમ તો આખાયે ડીલે થ્યા મેલા!
- વિપુલ પરમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો