એક ખેડૂત અવસાન પામ્યો. એટલે તેના ખેતરની બાબતમાં તેના બે દીકરાઓ વચ્ચે ઝઘડો થયો. ખેતરના શી રીતે બે સરખા ભાગ પાડવા એનો એ બે ભાઈઓ કોઈ પણ રીતે નિવેડો ન લાવી શક્યા.
કેટલાક પેટના બળ્યા લોકોએ એ ભાઈઓને એકબીજાની ઉપર કોરટમાં દાવો કરવાની અવળી સલાહ પણ આપી, ઘરડા માણસે કહ્યું : ‘તમે બંને એક વાર આપણા ગામમાં ભગત રહે છે એમની સલાહ લઈ આવો.’
આ વાત બંને ભાઈઓએ માન્ય કરી અને તેઓ ભગત પાસે ગયા.
ભગતે એ બંને ભાઈઓની વાત ધ્યાન દઈને સાંભળી. પછી ભગત બોલ્યા : ‘ભાઈઓ, આવી વાત માટે કોરટ-દરબારે જવાની જરૂર નથી. તમે એક કામ કરો : તમારામાંથી એક ભાઈ ખેતરના બે ભાગ પાડો અને એ બે ભાગમાંથી પોતાને કયો ભાગ જોઈએ છે તેની પસંદગી કરવાનો પહેલો હક બીજા ભાઈને આપો!’
- મુકુલ કલાર્થી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો