Pages

દીકરી - દર્શક આચાર્ય

દીકરીમાં મેં નદી ભાળી હતી,
એટલે તો ઘર તરફ વાળી હતી.

કોણ બોલે દીકરી વિના ઘરે ,
એટલે મેં કોયલો પાળી હતી.

કેમ કરવું દીકરીને આવજો?
દોસ્ત! મુઠ્ઠી એટલે વાળી હતી.

ઝખ્મ મારા થાય તાજા એટલે,
દીકરીની વાતને ટાળી હતી.

કેમ ચાલે જીવ વૃક્ષો કાપતાં?
દીકરી જેવી બધી ડાળી હતી.

સાવ કોમળ ફૂલ જેવી દીકરી,
મેં ગઝલમાં એટલે ઢાળી હતી.

- દર્શક આચાર્ય

દર્શક આચાર્યના કાવ્યપઠનનો વીડિયો પણ જુઓ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો