જાગીને જોઉં તો જગત દીસે
નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

પંચ મહાભૂત પરિબ્રહ્મથી
ઉપજ્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી;
ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે
ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ
થયો, ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;
ભણે નરસૈંયો 'એ તે જ તું', 'એ તે જ તું', એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.

– નરસિંહ
મહેતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો