Pages

આપણી આ વારતાને આદી ના અંત – સંજુ વાળા

આપણી આ વારતાને આદી ના અંત;
સંકેલો તેમથી કે આમથી ઉકેલો પણ લંબાતા એકએક તંત.

બે બત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત?
એવું કોઇ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઇશ્વર ભયભીત!

કોઇ સાવ ઘગઘગતો લાવા કહેવાય તો કોઇ નર્યા હોય શકે સંત,
આપણી આ વારતાને આદી ના અંત.

જાહેર પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઇ,
એટલે તો સૂરજને છત્રીમાં છાવરીને
વિહરવા ને નીકળે છે સાંજ,

છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી યાતનાઓ ખૂલે અનંત,
આપણી આ વારતાને આદી ના અંત

સંજુ વાળા

આ કવિતાનું પઠન પણ સાંભળોઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો