કોણે
કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ?
ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ.
જે જોઈએ છે તમને મળે એ જ આખરે,
શું જોઈએ છે, એની ખબર હોવી જોઈએ.
શું જોઈએ છે, એની ખબર હોવી જોઈએ.
પરપોટા જેવી હસ્તી છતાં હઠ સહુની એ,
હોવા કે ફૂટવાની અસર હોવી જોઈએ.
હોવા કે ફૂટવાની અસર હોવી જોઈએ.
બાળકમાં રોપી જાય છે સ્વપ્નો વિફળ પિતા,
અતૃપ્ત ઝંખનાઓ અમર હોવી જોઈએ.
અતૃપ્ત ઝંખનાઓ અમર હોવી જોઈએ.
હંગામી છે નિવાસ છતાં ઘર વિશાળ ખપે,
કહેશે કોઈ, કે મોટી કબર હોવી જોઈએ?
કહેશે કોઈ, કે મોટી કબર હોવી જોઈએ?
સામે છે મોત તો ય સતત ચાલતી રહે,
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ.
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ.
ભરવા મથ્યો ઘણી રીતે ખાલીપો,તો થયું,
બસ, જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ.
બસ, જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ.
– રઈશ મનીઆર
આ ગઝલનું સુંદર પઠન પણ સાંભળોઃ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો