તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યાં ચરણ, તોય ન પોહોંચ્યાં હરિને શરણ,
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

***
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા
પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન,
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

આંધળો સસરો ને શણગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સહુ,
કહ્યું કંઈ ને સમજ્યું કંઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું,
ઊંડો કુવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

– અખો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો