Pages

તારી ગુલાબી હથેળી – સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુરેશ દલાલ)

પહેલી વાર
મેં જોયું પતંગિયું
કમળમાં રૂપાંતરિત થતું
પછી કમળ પરિવર્તન પામ્યું
ભૂરા જળમાં
ભૂરું જળ
અસંખ્ય પંખીઓમાં
અસંખ્ય પંખીઓ
રંગીન લાલ આકાશમાં
અને આકાશ રૂપાંતરિત થયું
તારી ગુલાબી હથેળીમાં….
આમ ને આમ મેં અનેકવાર જોયાં આંસુઓ
સપનામાં રૂપાંતરિત થતાં……
સર્વેશ્વરદયાલ સક્સેના
(મૂળ ભાષાઃ હિન્દી, અનુવાદકઃ સુરેશ દલાલ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો