Pages

ન હોય ત્યારે...

ચમકે છે ચીજ ઝાઝી સાચી ન હોય ત્યારે,
છલકાઈ જાય માણસ પાણી ન હોય ત્યારે.

દઈ દે ખુશીથી વસ્તુ વ્હાલી ન હોય ત્યારે,
વ્યાપાર એ કરે છે, મંદી ન હોય ત્યારે.

અજવાળવામાં અમને ફાળો ખરો તમારો,
આવો છો દીપ લઈને આંધી ન હોય ત્યારે.

ભવ ભવના ભેરુ માફક ભેટી પડો મળીને
પણ હાથમાં તમારા બાજી ન હોય ત્યારે.

રાજીખુશીથી જાશે સીધી જ દાનપેટી,
પણ નોટ ક્યાંય જો એ ચાલી ન હોય ત્યારે.

- મેહુલ એ. ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો